Monday, October 12
Shadow

Author: editor jogi

સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદ

સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદ

Gujarat
જોગી ન્યુઝ, સુરત     સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. આજના સમયમાં શહેરોમાં વધતી વસતી તેમજ પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને વિકાસનું આયોજન થાય એ ખૂબ જરૂરી છે.  નાગરિકોને ‘ઈઝ ઓફ લિવિંગ’નો અનુભવ થાય, તેને ધ્યાને રાખીને સિટી ડેવલપમેન્ટ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. મેયર્સ પરિષદમાં શહેરી વિકાસના આવા વિવિધ પાસાઓનું ચિંતન થશે તેમજ બેસ્ટ પ્રેક્ટિસીસનું શૅરિંગ થશે, જે દેશના શહેરોના સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ઘણું ઉપયોગી સાબિત થશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણને પડકાર તરીકે નહિ, પણ અવસર તરીકે જોવાના અભિગમ સાથે ગુજરાતમાં વર્ષ 2005 ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું હતું. તેના બે દાયકા બાદ રાજ્ય સરકાર વર્ષ 2025 ને શહેરી વિકાસ વર્ષ...
સુરત એ.પી.એમ.સી. નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરત એ.પી.એમ.સી. નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat
જોગી ન્યુઝ, સુરત પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિઓમાં થતું નુકસાન અટકાવવા એઆઈ આધારિત સિસ્ટમ વિકસાવી રહી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી : * ડિજીટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર પ્રયત્નશીલ * વર્ષ ૧૯૫૧ માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે શરૂ થયેલી સુરત એપીએમસી આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ * રાજ્ય સરકાર 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્ર સાથે કૃષિમાં વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપી રહી છે *માર્કેડયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ      ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત, રાજ્યના સૌથી મોટ...
દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ

દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ

Gujarat
જોગી ન્યુઝ, સુરત     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ગુજરાત સહિત દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ કરાવ્યો. શહેરોનો સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ માન. વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત પાયો છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના માન. વડાપ્રધાનશ્રીના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની ભૂમિકા આપી....
સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ

Gujarat
જોગી ન્યુઝ, સાબારકાંઠા          સાબરકાંઠા જિલ્લાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી.       આ કાર્યક્રમમાં અધ્યક્ષા શ્રીમતી શોભનાબેન બારૈયા એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભા ને આગળ લાવવા માટે તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત અમલી બનાવાઈ છે. આજે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકો અને તેમના વાલીઓ અભિનંદનને પાત્ર છે. સ્વરક્ષણની તાલીમ દરેક બાળક અને બાળકીને મળવી જોઈએ. દીકરીઓ માટે ખાસ સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ. જેથી તે દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે. જિલ્લામાં સ્વરક્ષણની તાલીમ આપતા કોચ શ્રી જુજારસિંહ વાઘેલાની સેવાને બિરદાવતા ઉમેર્યું કે તેઓ જિલ્લાની...
ગાંધીનગરના આયુષ ડોક્ટરે રાષ્ટ્રીય સ્તરે ૨ એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગાંધીનગરના આયુષ ડોક્ટરે રાષ્ટ્રીય સ્તરે ૨ એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

Gujarat
જોગી ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, પબ્લિક સર્વે ગૃપ ઓફ ઈન્ડયાના સહયોગથી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તરે તમામ રાજ્યો વચ્ચે યોજાયેલી અઘરી સ્પર્ધામાંથી પસાર થઈ ગુજરાતના એકમાત્ર ગાંધીનગર જિલ્લાના આયુષ ડોક્ટર તરીકે કાર્યરત નેહલ ગજેરાને ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ-૨૦૨૫‌ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ-૨૦૨૫ એવા બે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.       આ સાથે જ હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા તેમને આરોગ્ય ચિકિત્સામાં દર્દી સાથેના માનવીય સંવેદનશીલ વર્તન બદલ એક્સેલેન્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે આ એવોર્ડ આરોગ્ય ક્ષેત્રે એક્સેલન્સ બદલ એનાયત કરવામાં આવે છે. જેમાં સર...
પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ

પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ

Gujarat
હિન્દ ન્યુઝ, જૂનાગઢ     રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે આજે જૂનાગઢ ખાતે રૂ. ૧૩.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરીને નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના નાણાં, જેલ,પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા અને હંમેશા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત આવશ્યક છે, તેમના દિવસ રાતના પરિશ્રમથી જ લોકો સુખ શાંતિથી રહી શકે છે, ત્યારે નાગરિકોના સંરક્ષણ માટે સતત દોડતા જવાનો અને તેમના પરિવારજનોને ગુણવત્તા યુક્ત રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત રહીને જરૂરી કાર્ય ...