“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી
જોગી ન્યુઝ, કાલાવડ
કાલાવડ ખાતે "હિન્દ રક્ષક સંઘ"દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ 'ગૌ સેવા પર્વ'ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું.
"હિન્દ રક્ષક સંઘ"ના સંસ્થાપક - અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ નાં માર્ગદર્શન હેઠળ તા.૩૧ ડિસેમ્બર ને બુધવાર, સવારે ૧૦:૩૦ કલાકે કાલાવડ વૃંદાવન ગૌશાળા ખાતે 'ગૌ સેવા પર્વ' ની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ ગૌ પૂજા, ગૌ પ્રદિક્ષણા, ગૌ માતાને લાડુ ખવડાવવું, ગૌમાતાને લીલું ખવડાવવું તેમજ રોડ પર થતા અકસ્માત થી ગૌવંશનાં રક્ષણ હેતુ રાત્રિ દરમિયાન ગૌવંશ ને રેડિયમ બેલ્ટ લગાવી 'ગૌ સેવા પર્વ' ની ઉજવણી કરાઈ.
આ કાર્યક્રમમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પૂજારી શ્રી જીકાબાપુ, શ્રી શક્તિસિંહ જાડેજા (ગિરનારીબા...








